બોલો, મોદી સાહેબના શાસનમાં હવે તેમના ફોટોગ્રાફ્સ આ રાજ્યમાં બધેથી ખસેડવામાં આવશે.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

04 માર્ચ 2021

બંગાળની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ફોટોગ્રાફ્સ સાર્વજનિક સ્થળ ઉપર લગાડવામાં આવ્યા છે.

પોતાના આરોપોને પીઠબળ આપવા માટે તેમણે ચૂંટણી પંચ સમક્ષ પશ્ચિમ બંગાળમાંના પેટ્રોલ પંપની તસવીરો શેર કરી હતી. પેટ્રોલ પંપ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે તેમ જ અનેક કેન્દ્રીય એજન્સીઓ પેટ્રોલ પંપ ની માલિક હોય છે. આ પરિસ્થિતિમાં પેટ્રોલ પંપ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ હતા.

તમિલનાડુમાં મોટો રાજનૈતિક અપસેટ, બરાબર ચૂંટણી પહેલાં આ વ્યક્તિએ રાજકારણ છોડ્યું….

તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ રાવ મૂકી હતી કે આ રીતે ફોટોગ્રાફ પબ્લિક ડિસ્પ્લે થવાને કારણે મતદાતા ઉપર અસર પડી શકે છે. મમતા બેનરજીની અરજીને ધ્યાનમાં રાખતા ચૂંટણીપંચે આદેશ આપ્યો છે કે આવનાર 72 કલાકમાં આખા પશ્ચિમ બંગાળમાંથી તમામ પેટ્રોલ પંપ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો ફોટોગ્રાફ હટાવવામાં આવે.

આમ જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નથી પતતી ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ કેન્દ્રીય એજન્સીઓ ના પબ્લિક ડિસ્પ્લેમાં નહીં હોય.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More