ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 13 એપ્રિલ 2021
મંગળવાર
મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણી સમયે મુસ્લિમ મતદાતાઓને એવું આહ્વાન કર્યું હતું કે તેઓ એકત્રિત થઈ જાય અને તેમના મત વહેંચાઈ ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે.
મમતા બેનરજીની આ જાતિ વાચક અપીલ ની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. હવે ચૂંટણી પંચે આના પર ગંભીર પગલા ઉચકતાં મમતા બેનરજીને 24 કલાક સુધી ચૂંટણી પ્રચારથી દૂર રહેવાની સજા ફટકારી છે.
મમતા બેનરજીએ ચૂંટણીપંચના નિર્ણયના વિરોધમાં આંદોલન કરવાનું નક્કી કર્યું છે.