Site icon

શિવસેનાના સાંસદ પ્રતાપ સરનાઇકની શોધમાં ED અને CBIએ લોનાવાલાના રિસોર્ટમાં પાડી ધાડ;જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

પ્રૉપર્ટી કેસમાં શિવસેનાના સાંસદ પ્રતાપ સરનાઇક ઈડી અને સીબીઆઇના રડાર પર છે અને હવે તેમની મુશ્કેલીમાં વધારો થવાની સંભાવના છે. આ કેસમાં ઈડી અને સીબીઆઇએ લોનાવાલાના એક રિસોર્ટ પર સંયુક્ત રીતે દરોડા પાડ્યા છે. ઈડી અને સીબીઆઇના અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી ઘટનાસ્થળે હતા અને ત્યાં શોધખોળ ચાલુ છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ અને ઈડીએ પ્રતાપ સરનાઇકને પકડવા માટે આ દરોડા પાડ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

અગાઉ ઈડીએ અપ્રમાણસર સંપત્તિના કેસમાં પ્રતાપ સરનાઇક અને તેના પુત્રની પૂછપરછ કરી હતી, પરંતુ એ બાદ તપાસ ઠંડી પડી ગઈ હતી. હવે જ્યારે પ્રતાપ સારનાઇકના રિસોર્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે આ કેસમાં નવી માહિતી બહાર આવવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં ઈડીએ પ્રતાપ સરનાઇકનાં ઘર અને ઑફિસ પર દરોડા પાડ્યા હતા. આ અગાઉ 25 નવેમ્બરના રોજ પ્રતાપ સરનાઇકના બિઝનેસ પાર્ટનર અમિત ચંડોલેની પણ ઈડી દ્વારા નાણાકીય ગેરરીતિના મામલામાં પૂછપરછ કરવામાં આવી હતી. અમિત ચંડોલેની બાદમાં ધરપકડ પણ કરવામાં આવી હતી.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version