ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28, સપ્ટેમ્બર 2021
મંગળવાર.
શિવસેનાના વાશીમના સાંસદ ભાવના ગવળી પર રહેલા મની લોન્ડ્રરિંગના આરોપ અને તેનાથી સંબંધિત સંસ્થાના કૌભાંડના પ્રકરણમાં ઈન્ફોર્સમેન્ટ ડીરેક્ટરોરેટે(ED) આજે સવારે સઈદ ખાનની મુંબઈથી ધરપકડ કરી છે. સઈદ ખાન સાંસદ ભાવના ગળવીનો નજીકનો માણસ માનવામાં આવે છે. તેમજ તેમના અનેક આર્થિક વ્યવહાર સાથે ગળવીને સંબંધ હોવાનું માનવામાં આવે છે.
સઈદની ધરપકડ થવાની સાથે જ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ તુરંત સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને તેની જાણ કરી હતી. વાશિમમાં મને મારવાનો પ્રયત્ન કરનારા માસ્ટરમાઈન્ડની EDએ આજે સવારે ધરપકડ કરી છે એવો આરોપ કિરીટ સોમૈયાએ કર્યો હતો.
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ સૌ પ્રથમ સાંસદ ભાવના ગવળી પર કૌભાંડના આરોપ કર્યા હતા. ત્યારબાદથી ભાવના EDની રડાર પર આવ્યા હતા. આ આરોપ હેઠળ જ છેલ્લા એક મહિનાથી ED ભાવના ગવળીની જુદી જુદી સંસ્થા પર છાપો મારી રહી છે.
વાહ! BKCમાં આ મહિનાથી કારમાં બેઠાં બેઠાં ફિલ્મ જોવાની મજા માણી શકાશે; જાણો વિગત
સઈદ ખાન પરભણી જિલ્લાના પાથરી શહેરનો મોટો કોન્ટ્રેક્ટર ગણાય છે. તે ભાવના ગવળીની એકદમ નજીકનો મનાય છે. તેના માધ્યમમથી ભાવના તમામ કામ કરતી હોવાનું કહેવાય છે.