Site icon

વારા પછી વારો- તારા પછી મારો. શિવસેના બાદ હવે રાષ્ટ્રવાદી પર EDની નજર- આ નેતાની સંપત્તિ કરી જપ્ત-જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) નેતા સંસદ(MP) પ્રફુલ પટેલની(Praful Patel) થોડા દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) તપાસ કરી હતી. આ તપાસ બાદ ગુરુવારે EDએ મોટી કાર્યવાહી કરી હતી, જે હેઠળ  વરલીનું(Worli) તેમનું ઘર જપ્ત કરવામાં આવ્યું હતું.   

મુંબઈમાં વરલીમાં સીજે હાઉસમાં(CJ House) ચાર માળા જપ્ત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. અંડરવર્લ્ડ ગેંગસ્ટર(Underworld Gangster) ઈકબાલ મિર્ચી(Iqbal Mirchi) પ્રકરણમાં EDએ પ્રફુલ પટેલની મિલકત(Wealth) જપ્ત કરી છે.

અંડરવર્લ્ડ ડોન(Underworld Don) દાઉદ ઈબ્રાહીમ(Dawood Ibrahim) નો જમણો હાથ ગણાતા ઈકબાલ મિર્ચી ફરાર હતો અને 2013માં લંડનમાં(London) તેનું મૃત્યુ થયું હતું. તેણે 1986માં મોહમ્મદ યુસુફ ટ્રસ્ટની(Mohammed Yusuf Trust) વરલીની ત્રણ મિલકત સાડા છ લાખમાં વેચાતી લીધી હતી. તેના મૃત્યુ બાદ આ મિલકત લગભગ 200 કરોડમાં વેચવામાં આવી હતી. આ વ્યવહાર(transaction) સન્બિક રિયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ(SANBIK REAL ESTATE PRIVATE LIMITED) કંપની તરફથી રણજીતસિંગ બ્રિંદ્ર (Ranjitsingh Brindra) અને હારુણ યુસફે(Harun Yusuf) દલાલી કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  રેલવે યાત્રી કૃપયા ધ્યાન દે-પુણે-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસનું આ સ્ટેશન પર આપવામાં આવશે હોલ્ટ-જાણો વિગત

મીડિયા હાઉસના અહેવાલ મુજબ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન(Former Union Minister) પ્રફુલ પટેલ પાસે સીજે હાઉસના ત્રીજા અને ચોથા માળાના બે ફ્લેટ છે. 2007માં તેનો ડેવલપમેન્ટ કરાર(Development Agreement) થઈને તેમાં હસ્તાક્ષર(Signature) કરવામાં આવ્યા હતા, જેમાં પટેલ તે વ્યવહારમાં સહમાલિક તરીકે હસ્તાક્ષર કર્યા હોવાનું કહેવાય છે. તે બાબતે તપાસ કરવામાં આવશે એવું કહેવામાં આવે છે. આ દરમિયાન મિર્ચીની મિલકત વેચાણ વ્યવહાર સાથે પોતાનો કોઈ સંબંધ ન હોવાનો દાવો પ્રફુલ પટેલ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ કરતી આવી છે.
 

Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિનો મોટો નિર્ણય: ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે મહાનગરપાલિકાની ચૂંટણી, પક્ષપલટાને લઈને પણ બન્યો નિયમ, જાણો સંપૂર્ણ વિગત
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version