ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
29 જુન 2020
આવકવેરા વિભાગ સિવાય, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ તબલીગી જમાતનાં પ્રમુખ મૌલાના સાદની પૂછપરછ કરવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર ED સાદ અને અન્ય તબલીગી જમાતના સભ્યોના હિસાબોની ચકાસણી કરશે કેમકે જમાત ચીફ વિરુદ્ધ ઘણાં પુરાવા મળ્યા છે, દિલ્હીના ઉત્તર પૂર્વ માં થયેલાં રમખાણોના આરોપી અને સસ્પેન્ડ કરાયેલા આપના ધારાસભ્ય તાહિર હુસેન અને દિલ્હીના અન્ય રમખાણોના આરોપી ફૈઝલ ફારુકી સાથે મૌલાનાના સબંધ ઉજાગર થયાં છે. ફારુકી દિલ્હીની રાજધાની સ્કૂલનો માલિક છે. છેલ્લા કેટલાક મહિનામાં, તપાસ એજન્સીએ તાહિર હુસેન અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકો પર અનેક દરોડા પાડી, શોધખોળ હાથ ધરી હતી અને ત્યાંથી ઘણા દસ્તાવેજોમાં બહાર આવ્યું છે કે ત્રણેય; સાદ, તાહિર અને ફારુકીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી સંપત્તિ બનાવી હતી. ઇડીએ એ પણ શોધી કાઢયું છે કે સાદએ રાજધાની સ્કૂલના લક્ઝુરિયસ બિલ્ડિંગમાં રોકાણ કર્યું છે, જે દિલ્હી હુલ્લડોના મુખ્ય સૂત્રધાર ફૈઝલ ફારુકીની છે.
મૌલાના સાદનો નજીકનો સબંધી અલીમ, જમાત ચીફના નાણાં અને રોકાણોનો આખો વ્યવહાર મેનેજ કરે છે. તે મર્કઝના વિદેશી નાણાંની દેખરેખ પણ કરતો હતો. તપાસ એજન્સીએ અલીમ અને ફૈઝલ ફારૂકી વચ્ચે દિલ્હીના કોમી તોફાનો દરમિયાનની કોલ ડિટેલ્સમાં જણાયું છે કે એ બંને એ વારંવાર વાતચીત કરી હતી. બીજીબાજુ અલીમની ભત્રીજીના લગ્ન સાદના પુત્ર સાથે થયાં છે.
મૌલાના સાદ છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીના ઝાકિર નગરમાં લક્ઝરી બંગલામાં છુપાયેલો છે. આ બંગલાની માલિકી પણ અલીમની છે, પરંતુ તપાસ એજન્સીને શંકા છે કે મૌલાના સાદનું જ આ સંપત્તિમાં રોકાણ છે. માનવામાં આવે છે કે સાદ પાસે અનેક સ્થળોએ કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ છે, જેની તપાસ ઇડી પણ કરી રહી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com