Site icon

ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો! કેન્દ્રીય તપાસ એજન્સી EDએ સદાનંદ કદમની કરી ધરપકડ, આ મામલામાં કસાયો સકંજો

ED questions Sadanand Kadam, former Sena MP Ramdas Kadam's brother in Sai Resort scam case

ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો! કેન્દ્રીય તપાસ એજન્સી EDએ સદાનંદ કદમની કરી ધરપકડ, આ મામલામાં કસાયો સકંજો

News Continuous Bureau | Mumbai

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નજીકના ભૂતપૂર્વ પ્રધાન અનિલ પરબના બિઝનેસ પાર્ટનર સદાનંદ કદમની કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દાપોલીમાં કથિત સાંઈ રિસોર્ટના મામલામાં EDએ કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે. દાપોલી તાલુકાના મુરુડ ખાતેના કથિત સાંઈ રિસોર્ટના કેસમાં ઈડીએ કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ દાપોલીમાં સાઈ રિસોર્ટ હાલમાં સદાનંદ કદમની માલિકીનું છે.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે ઉદ્યોગસાહસિક સદાનંદ કદમ શિવસેનાના નેતા રામદાસ કદમના નાના ભાઈ છે. તેમની સામે ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. EDએ તેમને કસ્ટડીમાં લીધા છે અને EDની ટીમ તેમને મુંબઈ લઈ ગઈ છે. ED અધિકારીઓએ તેમને રત્નાગિરી ગામમાં કુડોશી ખાતે સદાનંદ કદમના પોતાના અનિકેત ફાર્મ હાઉસમાંથી અટકાયતમાં લીધા છે. સદાનંદ કદમ બાદ હવે અનિલ પરબ સામે કદાચ કડક કાર્યવાહી થઇ શકે છે. આ કેસમાં હવે ઇડીની કાર્યવાહી વધુ ઝડપી બને એવી શક્યતા છે. આ પહેલા ઇડીએ સાઇ રિસોર્ટ મામલામાં અનિલ પરબને સમન્સ આપી કલાકો સુધી પૂછપરછ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  અમેરિકામાં મોટી બેંકિંગ કટોકટી સર્જાઈ! આ બેંકને લાગ્યા તાળાં, ભારતીય રોકાણકારો પણ ચિંતિત

છેલ્લા કેટલાક દિવસોથી બીજેપી નેતા કિરીટ સોમૈયા દાપોલીના સાઈ રિસોર્ટના મામલામાં સતત ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય અનિલ પરબ પર આરોપ લગાવી રહ્યા હતા. આ જ સાઈ રિસોર્ટ કેસમાં સોમૈયાએ સદાનંદ કદમનું નામ પણ ઉમેર્યું હતું.

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version