News Continuous Bureau | Mumbai.
મહારાષ્ટ્ર(Maharashtra)ના પરિવહન પ્રધાન અને શિવસેના(Shiv Sena)ના નેતા અનિલ પરબ)(Anil Parabની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા અનિલ પરબ સાથે સંબંધિત રાજ્યમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા છે. અનિલ પરબ પર નાણાકીય ગેરરીતિનો આરોપ મૂકવામાં આવ્યો છે. અનિલ પરબને ટૂંક સમયમાં ED દ્વારા પૂછપરછ માટે સમન્સ(Summons) મોકલવામાં આવી શકે છે.
મુંબઈ, પુણે અને દાપોલી વિસ્તારમાં દરોડા(Raid) પાડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. આજે સવારે, EDએ અનિલ પરબના સત્તાવાર નિવાસસ્થાન શિવાલય અને તેમના બાંદ્રા સ્થિત ખાનગી નિવાસ સહિત અન્ય સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ તમામ જગ્યાઓ ED દ્વારા ઝડતી લેવામાં આવી રહી છે. અનિલ પરબ સામેની આ કાર્યવાહીને શિવસેના માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
થોડા દિવસો પહેલા EDએ મહાવિકાસ આઘાડી(Mahavikas Aghadi Govt)ના મંત્રી નવાબ મલિકની પણ નાણાકીય ગેરરીતિના આરોપમાં ધરપકડ કરી હતી. નવાબ મલિક(Nawab Malik) છેલ્લા બે મહિનાથી જેલમાં છે. હવે, એવું કહેવામાં આવી રહ્યું છે કે EDએ અનિલ પરબ સામે પણ કેસ દાખલ કર્યો હોવાથી તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે જોવાનું એ રહ્યું કે ED દ્વારા અનિલ પરબની ધરપકડ કરવામાં આવશે કે કેમ.