News Continuous Bureau | Mumbai
શિવસેના નેતા(Shiv Sena leader) સંજય રાઉતની(Sanjay Raut) મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે.
EDએ ફરી એકવાર પાત્રાચાલ કૌભાંડ કેસના (Patrachawl Scam Case) સંદર્ભમાં પૂર્વ ઉપનગરોમાં(Eastern Suburbs) ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે EDએ વિક્રોલી(Vikhroli) અને ભાંડુપ(Bhandup), મુલુંડમાં(Mulund) શ્રદ્ધા ડેવલપર્સની(Shraddha Developers) ઓફિસ પર દરોડા પાડ્યા છે.
આ વિસ્તારમાં શ્રદ્ધા ડેવલપર્સનો એક મોટો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ(Construction Project) ચાલી રહ્યો છે અને આને લગતી કેટલીક ફાઈલો ED અધિકારી દ્વારા ચેક કરવામાં આવી છે.
સંજય રાઉતની ધરપકડ બાદ પૂર્વી ઉપનગરોના કેટલાક મોટા બાંધકામ ઉદ્યોગપતિઓ(Businessmen) EDના રડારમાં આવી ગયા છે અને અનુમાન છે કે EDની આ કાર્યવાહીથી રાઉતની મુશ્કેલીમાં વધારો થશે.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- ફેશિયલ કર્યા પછી આ વસ્તુઓ કરવાનું ટાળો-ચહેરા ને થઇ શકે છે નુકસાન