ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 જુલાઈ 2020
રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે, આવકવેરા વિભાગે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની નજીકના શખ્સને ત્યાં આવકવેરા વિભાગના 200 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ દિલ્હી અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા અશોક ગેહલોતની નજીકના ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોરાને ત્યાં પાડવામાં આવ્યા છે
આવકવેરા વિભાગની ટીમેં જ્વેલરી શૉ રૂમના માલિક અને સીએમ અશોક ગેહલોતના નજીકની વ્યક્તિ ના ઘરો અને કચેરીઓ પર દરોડા પાડયા છે. ખાસ વાત એ છે કે આ દરોડા અંગે સ્થાનિક પોલીસને માહિતી આપવામાં આવી ન હતી. આવકવેરા વિભાગની ટીમ સેન્ટ્રલ રિઝર્વ પોલીસની સાથે દરોડા પાડી રહી છે.
આ ઉપરાંત, આવકવેરા વિભાગે બીજા એક વ્યક્તિ ના નિવાસસ્થાન અને ઓફિસ પર દરોડા પાડયા છે. આ બંને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની નજીક હોવાનું કહેવાય છે. સૂત્રો કહે છે કે આ બંને વ્યક્તિ પર દેશની બહાર કરવામાં આવતા વ્યવહારો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ બંને વ્યક્તિઓના આશરે 24 સ્થળોએ ચાલી રહેલા દરોડા અંગે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે . કોંગ્રેસે ભાજપ પર ગેહલોત સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ, સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના આવકવેરા વિભાગના દરોડા અંગે સવાલ ઉઠાવ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસના આ આક્ષેપોને ભાજપના પ્રવક્તા એ નકારી દીધા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com