News Continuous Bureau | Mumbai
પશ્ચિમ બંગાળ(West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી(CM Mamata Banerjee)ની સરકારમાં ઉદ્યોગ મંત્રી પાર્થા ચેટર્જીના ખાસ સાથીદાર અર્પિતા મુખરજી(Arpita Mukherjee)ના એક ઘરમાંથી SSC પરીક્ષાના કૌભાંડમાં જંગી રોકડ મળી આવ્યા બાદ તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) એ બુધવારે બીજા એક ઘરમાં તપાસ કરતા તેમાંથી જંગી રોકડ(Money) મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.
The Whole Thing Is That Ke Bhaiya Sabse Bada Rupaiya !
.
Huge amount of cash, recovered from the residence of Arpita Mukherjee.She is a close aide of West Bengal Minister Partha Chatterjee. pic.twitter.com/ZsdZrlIMBQ
— Ramraje Shinde (@ramraje_shinde) July 27, 2022
મીડિયા રિપોર્ટ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે ફરીથી શિક્ષક ભરતી કૌભાંડ(Teacher recruitment scam)માં કોલકાતા(Kolkata)ની આસપાસના ત્રણ સ્થળોએ દરોડા(Raid) પાડ્યા હતા. આ દરમિયાન EDને અર્પિતા મુખર્જી(Arpita Mukherjee)ના બેલઘરિયા સ્થિત અન્ય ફ્લેટ(Flat)માંથી અંદાજે 29 કરોડ રોકડ (રૂ. 28.90 કરોડ) અને 5 કિલો સોનું મળ્યું હતું. આ રૂપિયાની ગણતરી કરવામાં ઇડીની ટીમ(ED Team)ને લગભગ 10 કલાકનો સમય લાગ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે અર્પિતાએ આ રૂપિયા ફ્લેટના ટોયલેટ(toilet)માં છુપાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : કાંદિવલીમાં ધોળે દહાડે હત્યા- માત્ર 24 કલાકમાં પોલીસે દોષીઓને પકડ્યા
ઉલ્લેખનીય છે કે શુકવારે પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થા ચેટર્જીના નજીકના ગણાતા અર્પિતા મુખર્જીના ઘરે ઇડીએ દરોડા પાડયા હતા. કલાકો સુધી ચાલેલી ઇડીની કાર્યવાહી દરમિયાન એજન્સીએ ૨૦ કરોડ રૃપિયા રોકડા જપ્ત કર્યા હતા.