News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના પરિવહન મંત્રી(Minister of Transport of Maharashtra) અને શિવસેનાના નેતા(Shivsena Leader) અનિલ પરબ(Anil Parab)ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અનિલ પરબને આજે સવારે 10 વાગ્યે પૂછપરછ માટે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે
અનિલ પરબને રત્નાગિરી જિલ્લાના દાપોલી રિસોર્ટ સંબંધિત મની લોન્ડરિંગ કેસ(money laundering case)માં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
EDએ અગાઉ 26 મેના રોજ અનિલ પરબ અને તેના સહયોગીઓ સાથે જોડાયેલા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા.
પરબના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન ઇડીએ તેમની સામે કેસ નોંધ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : આ મુસ્લિમ દેશ ભારતની સાથે- કહ્યું અમે શા માટે પયગંબરની ટિપ્પણી સંદર્ભે વિરોધ કરીએ- જાણો કયો છે તે દેશ
