News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય એજન્સી ઈડીએ પાત્રા ચાલ મામલામાં ધરપકડ કરાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને સમન્સ પાઠવ્યું છે. વર્ષા રાઉતને પૂછપરછ માટે આજે સવારે 11 વાગ્યે ED ઓફિસમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. વર્ષા રાઉતને ઈડી દ્વારા મેઈલ કૌભાંડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે.
અગાઉ જાન્યુઆરીની શરૂઆતમાં વર્ષા રાઉત પૂછપરછ માટે ED ઓફિસમાં હાજર થયા હતા. EDના અધિકારીઓ દ્વારા લગભગ સાડા ત્રણથી ચાર કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : પાણી સાચવીને વાપરજો- આજે અહીં 8 કલાક પાણી પુરવઠો બંધ રહેશે
નોંધનીય છે કે ઈડીએ ગોરેગાંવમાં પાત્રા ચાલના પુનર્વિકાસમાં કથિત નાણાકીય અનિયમિતતાઓ અને તેમની પત્નીની સંપત્તિ સાથે જોડાયેલ નાણાકીય લેતીદેતીના સંબંધમાં રાઉતની રવિવારે ધરપકડ કરી હતી. ગુરુવારે સંજય રાઉતને મુંબઈની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે સંજય રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટને આપવામાં આવેલી કસ્ટડીનો સમયગાળો ૮ ઓગસ્ટ સુધી વધારી દીધો છે