News Continuous Bureau | Mumbai
શિવસેનાના પ્રવક્તા(Shiv Sena Spokesman) અને રાજ્યસભાના સાંસદ(Rajya Sabha MP) સંજય રાઉત(Sanjay Raut) હાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે, છતાં શિવસેનાના મુખપત્ર ગણાતા સામનામાં તેમના નામથી એડિટોરિયલ(Editorial) છપાઈ રહ્યો છે. તેની સામે હવે EDએ આંખ લાલ કરી છે અને તેમના નામે સામનામાં કોણ લખે છે તેનો તપાસ કરવાનો EDએ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
રવિવારે સામનામાં સંજય રાઉતની સાપ્તાહિક કોલમ રોક થોક પ્રકાશિત થઈ હતી. હવે તેઓ ગયા અઠવાડિયાથી EDની કસ્ટડીમાં છે તો પછી તેઓએ લેખ કયારે લખ્યો અને તેઓ લખ્યો નથી તો તેમના નામે કોણે લખ્યો તેને સવાલ EDને થઈ રહ્યો છે.
EDના અધિકારીના કહેવા મુજબ સંજય રાઉત કસ્ટડીમાં(Custody) હોય ત્યાં સુધી તેઓ કોલમ કે પછી લેખ લખી શકે નહીં. સિવાય કે કોર્ટે તેમને ચોક્કસ મંજૂરી આપી હોય. હાલ કોર્ટે રાઉતને એવી કોઈ મંજૂરી આપી નથી.
આ સમાચાર પણ વાંચો : અમુક દિવસોમાં જો કોંગ્રેસી ધારાસભ્ય અસલમ શેખ જેલના સળિયા પાછળ હશે- મીડિયામાં આવા સમાચાર વહેતા થયા
રવિવારના અહેવાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor) બી.એ. કોશિયારીની(B.A. Koshyari) ગુજરાતી-મારવાડીઓએ(Gujarati-Marwaris) મુંબઈને આર્થિક પાટનગર(economic capital) બનાવ્યું હોવાની ટિપ્પણી પર નિંદા કરવામાં આવી છે.
આ કોલમમાં EDની પણ ટીકા કરવામાં આવી છે. સાકરની ફેકટરી(Sugar Factory), કાપડની મિલો(textile mills) અને મરાઠી લોકો દ્વારા ચલાવવામાં આવતા અન્ય ઉદ્યોગને ED દ્વારા બંધ કરવામાં આવ્યા છે અને મરાઠી ઉદ્યોગ સાહસિકોને(Marathi Entrepreneurs) EDએ કેસમા ફસાવી રાખ્યા હોવાનું લખવામાં આવ્યું છે.