ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ગત કેટલાંક વર્ષમાં મહારાષ્ટ્રએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઘણી કાર્યવાહીનો અનુભવ કર્યો છે. દરેક વિભાગનાં ગેરકામોની તપાસ કરવા માટે એ વિભાગ સંબંધિત સંસ્થાઓ હોવા છતાં ED પ્રત્યેક વાત પર નજર રાખી રહી છે. EDની આ કાર્યવાહીઓ એટલે કે રાજ્ય સરકારના અધિકારો પર ચાપ મુકાયો હોવાની ટીકા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ શરદ પવારે કરી છે.
પવારે જણાવ્યું હતું કે ગત બે-ત્રણ વર્ષમાં દેશના લોકોને ED સંસ્થા વિશે જાણ થઈ છે. હવે આ ED કોની પાછળ કઈ રીતે લગાવવામાં આવશે એ કહી ન શકાય. રાજ્યમાં જ્યાં ગેરકાર્યો થાય એની તપાસ કરવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે છે, પણ આ રીતે EDનો હસ્તક્ષેપ વધી રહ્યો હોવાથી રાજ્ય સરકારના અધિકારો પર ચાપ મુકાયો છે. લોકશાહીમાં આ વાત અયોગ્ય છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતાની કરવામાં આવી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
કેન્દ્રની ભાજપ સરકારે EDનો રાજકીય સાધન તરીકે વપરાશ કર્યો હોવાનો આક્ષેપ પણ પવારે કર્યો હતો અને કહ્યું હતું કે શિવસેનાનાં સંસદસભ્ય ભાવના ગવળીને ED તરફથી વિના કારણ ત્રાસ અપાતો હોવાનું યોગ્ય નથી.