News Continuous Bureau | Mumbai
The Startup Guide: રાજ્યના વિદ્યાર્થીઓને ( State Students ) સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી ૨.૦ ( SSIP 2.0 ) ને અમલમાં મુકી છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી, સ્ટાર્ટઅપ ક્ષેત્ર ( Startup sector ) સાથે જોડાયેલા શબ્દો, પોલીસીથી મળતા લાભ અને તે લાભ વિશે કેવી રીતે અરજી કરી શકાશે તે સહિતની સ્ટાર્ટઅપ અને ઈનોવેશન સાથે જોડાયેલી તમામ માહિતીથી વિદ્યાર્થીઓ ( Students ) માહિતગાર થઈ શકે તે હેતુથી સ્કુલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા “ઘ સ્ટાર્ટઅપ ગાઈડ” લોન્ચ કરવામાં આવશે. ગાંધીનગર ખાતેથી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમીત્તે શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે ( Kuber Dindor ) “ઘ સ્ટાર્ટઅપ ગાઈડ”નું કવર પેજ લોન્ચ કર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની દિશામાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ખુબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે ત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી ૨.૦ (SSIP 2.0)ને અમલમાં મુકી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના અને ગુજરાતના યુવાનોમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન થકી તેમનામાં રહેલી સર્જનાત્મક ક્ષમતાને વિકસાવવા અને દેશભરના વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ બિઝનેસને પ્રોત્સાહન આપવા ૧૬ જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : EPFO: કર્મચારીઓ માટે આવ્યા મહત્ત્વપુર્ણ સમાચાર.. EPFOનો મોટો નિર્ણય.. હવે જન્મ તારીખ અપડેટ માટે આ દસ્તાવેજ માન્ય રહેશે નહી..
સ્કુલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા તૈયાર કરવામાં આવેલી “ઘ સ્ટાર્ટઅપ ગાઈડ” માં ધો. ૬ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ જેઓ ઈનોવેશન થકી કઈક નવું કરવા ઈચ્છે છે તેના માટે રોડ મેપનું કામ કરશે. સ્કુલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ SSIP 2.0ની દેખરેખ અને અમલીકરણનું કામ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી ૨.૦ (SSIP 2.0) અંતર્ગત ધો. ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૨૦ હજાર સુધીની સહાય આપવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.