164
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
મહારાષ્ટ્રમાં સુરક્ષા દળોએ એક મોટું ઓપરેશન પાર પાડીને ઓછામાં ઓછા 8 નકસલીઓને ઠાર માર્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ગઢચિરોલી પોલીસના સી-60 કમાન્ડોએ શનિવારે બપોરે કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં આઠ નકસલીઓને ઠાર માર્યા છે.
સાથે જ આ એન્કાઉન્ટરમાં 12 માઓવાદીઓ ઘાયલ થયા છે.
એસપી અંકિત ગોયેલે મીડિયાને જણાવ્યું કે સવારે 6.30 વાગ્યે પોલીસ અને માઓવાદી વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું હતું.
કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં નકસલીઓ છુપાયો હોવાની બાતમી મળતા સુરક્ષા સાથે પોલીસ સજ્જ થઈ હતી અને ઘેરો ઘાલીને નકસલીઓને આંતર્યા હતા અને ગોળીબારમાં તેમને ઠાર કર્યા હતા.
You Might Be Interested In