મહારાષ્ટ્રના આ જિલ્લામાં 8 નકસલીઓ ઠાર, આવી રીતે ઓપરેશન પાર પાડીને પોલીસે મેળવી મોટી સફળતા; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર  2021 

શનિવાર.

મહારાષ્ટ્રમાં સુરક્ષા દળોએ એક મોટું ઓપરેશન પાર પાડીને ઓછામાં ઓછા 8 નકસલીઓને ઠાર માર્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ ગઢચિરોલી પોલીસના સી-60 કમાન્ડોએ શનિવારે બપોરે કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં આઠ નકસલીઓને ઠાર માર્યા છે.

સાથે જ આ  એન્કાઉન્ટરમાં 12 માઓવાદીઓ ઘાયલ થયા છે.

એસપી અંકિત ગોયેલે મીડિયાને જણાવ્યું કે સવારે 6.30 વાગ્યે પોલીસ અને માઓવાદી વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું હતું. 

કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં નકસલીઓ છુપાયો હોવાની બાતમી મળતા સુરક્ષા સાથે પોલીસ સજ્જ થઈ હતી અને ઘેરો ઘાલીને નકસલીઓને આંતર્યા હતા અને ગોળીબારમાં તેમને ઠાર કર્યા હતા.

મણિપુરમાં મોટો ઉગ્રવાદી હુમલો, આસામ રાઇફલના ઓફિસરની પત્ની-બાળક સહિત આટલા જવાનોના મોત; સર્ચ ઓપરેશન ચાલુ
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More