ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જૂન 2021
બુધવારે
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ભાજપ સાથે છેડો ફાડીને NCPમાં જોડાયેલા એકનાથ ખડસેની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી આ મુલાકાત બાદ જોકે રાજકીય સ્તરે જાતજાતની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ અગાઉ ફડણવીસે NCPના સર્વેસર્વા શરદ પવાર સાથે પણ બેઠક કરી હતી, એથી બંધ બારણે કશું ચાલી રહ્યું હોવાનું મનાય છે.
દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના કોથળીમાં આવેલા એકનાથ ખડસેના નિવાસસ્થાને તેમને મળ્યા હતા. એના પર જાતજાતની ચર્ચાએ જોર પકડ્યું છે. તેને પગલે ખડસેનાં પુત્રવધૂ અને ભાજપનાં સાંસદ રક્ષા ખડસેએ આ રાજકીય મુલાકાત નહીં, પણ એક પારિવારિક મુલાકાત જણાવી હતી
અનેક ચર્ચાઓ જોર પકડતાં. રક્ષા ખડસેએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ફડણવીસ હંમેશાં તેમના પરિવારની મુલાકાત લેતા હોય છે. આ કંઈ પહેલી વખત નથી કે તેઓએ અમારા ઘરની મુલાકાત લીધી હોય. રાજકરણ, રાજકરણની જગ્યાએ છે અને અમારા સંબંધ અલગ જગ્યાએ છે. હું ભાજપની સાંસદ છું એટલે ભાજપના નેતા આવે તો અમારા ઘરે ચા-પાણી માટે બોલાવવા એ મારી ફરજ છે.
ખડસેના પુત્રવધૂ રક્ષા ખડસેએ દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતને એક સામાન્ય મુલાકાત ગણાવી હતી, પરંતુ ફડણવીસની આ મુલાકાત અંગે રાજકીય સ્તરે અનેક અટકળો ચાલી રહી છે.