News Continuous Bureau | Mumbai
Eknath Shinde: દેશના તમામ પક્ષો હાલમાં ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. રાજ્યમાં હાલ ચૂંટણીનો પવન ફૂંકાઈ રહ્યો છે. તેથી તાજેતરમાં વિવિધ પક્ષોના નેતાઓ એકબીજા પર પ્રહારો કરતા હોય તેવા ચિત્ર જોવા મળી રહ્યા છે.
દરમિયાન, શિવસેના ( Shide group ) અને ઠાકરે જૂથ ( Thackeray Group ) પણ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે, એક નિવેદન આપતા એકનાથ શિંદેએ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ( Uddhav Thackeray ) આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે ઠાકરેએ અમને પત્ર મોકલીને કહ્યું હતું કે, એકવાર અમને શિવસેના ( Shivsena ) અને ધનુષ અને તીરનું ચૂંટણી ચિન્હ મળી જાય તો અમને શિવસેનાના ખાતામાંથી 50 કરોડ રૂપિયા જોઈએ છે. તેઓને બાળા સાહેબનો વિચાર નથી. તેમને માત્ર પૈસા જોઈતા હતા. મેં તેમને 50 કરોડ રૂપિયા ચૂકવ્યા. આ પૈસાની માંગણી કરતી વખતે, તેમને જરા પણ શરમ ન આવી.
આ સમાચાર પણ વાંચો : INDIA Alliance: કોંગ્રેસ પાર્ટીની એક સાંધો ત્યાં 13 તૂટે જેવી અવસ્થા, જમ્મુ કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લા પછી આ પાર્ટી પણ ઇન્ડિયા ગઠબંધન થી અલગ
ધારાસભ્યોએ 50 કરોડ રુપિયા દઈને શિંદેનું સમર્થન કર્યું હતુંઃ ઉદ્ધવ ઠાકરે…
હાલ આ પ્રકારે શિવસેના શિંદે જૂથ અને ઠાકરે જૂથ અલગ-અલગ મુદ્દાઓ પર એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યા બાદ, ધારાસભ્યોએ 50 કરોડ રુપિયા દઈને શિંદેનું સમર્થન કર્યું હતું એવો આરોપ ઠાકરે જૂથે શિંદે પર લગાવ્યો હતો. તો આનો જવાબ આપતા પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા એકનાથ શિંદેએ કહ્યું કે ‘ઠાકરે ગ્રુપને મળેલા 50 કરોડ ઓકે છે ને.