News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) એકનાથ શિંદેને(Eknath shinde) મુખ્યપ્રધાન(Chief Minister) બનાવીને દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) નાયબ મુખ્યપ્રધાન(Deputy CM) બનાવીને જે રીતે સાઈડલાઈન કરી નાખવામાં આવ્યા હતા, એ રીતે જ મહારાષ્ટ્રમાં અન્ય અગ્રણી ભાજપના નેતાઓને(BJP Leaders) એકબાજુએ કરી નાખવામાં આવશે અને મહારાષ્ટ્રમાં ગુજરાત પેટર્ન(Gujarat Pattern) અમલમાં આવશે એવું ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે.
શિંદે-ફડણવીસની સરકાર બનીને ત્રણ અઠવાડિયા થઈ ગયા છતાં હજી સુધી મંત્રીમંડળનું વિસ્તરણ(Cabinet expansion) થયું નથી. તેથી ગુજરાત પેટર્ન અહીં લાગુ કરાય એવી શક્યતા છે, તેથી ભાજપના અગ્રણી નેતાઓ પણ સાવધાન થઈ ગયા છે. ગુજરાતમાં ગયા વર્ષે વિજય રૂપાણીને(Vijay Rupani) બદલે ભૂપેન્દ્ર પટેલને(Bhupendra Patel) મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આખા મંત્રીમંડળને બદલી નાખવામાં આવ્યું હતું, તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel) સહિત અનેક સિનિયર નેતાઓને સ્થાન આપવામાં આવ્યું નહોતું.
આ સમાચાર પણ વાંચો : બાળાસાહેબ ઠાકરેની પુત્રવધુ એકનાથ શિંદે સાથે-માતૃશ્રીમાં ખળભળાટ
ગુજરાત મુજબ જ મહારાષ્ટ્રમાં પણ ફોર્મ્યુલા અમલમાં મુકવામાં આવશે એવું ચર્ચાય છે. જૂના ચહેરાને બદલે નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે. હાલના તબક્કે ભાજપના સિનિયર નેતાઓથી(Senior leaders) લઈને શિંદે ગ્રુપના નેતાઓ કંઈ પણ બોલવાના મૂડમાં નથી. તેઓ ફક્ત કેન્દ્ર શું નિર્ણય લે છે તેના પર નજર માંડીને બેઠા છે.