News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં સત્તા પરિવર્તન બાદ નવા નિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) દિલ્હી(Delhi)ના પ્રવાસે છે. બંને નેતાઓ દિલ્હીમાં સતત કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બંને નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM narendra Modi) સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓએ PM મોદીને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપીને તેમનો આભાર માન્યો હતો. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ પીએમ સાથે મહારાષ્ટ્રની રાજનીતિ(Maharashtra politics) અને રાજ્યના વિકાસ પ્રોજેક્ટ્સ(state development projects) પર ચર્ચા કરી હતી.
The Chief Minister of Maharashtra Shri @mieknathshinde and the Deputy Chief Minister Shri @Dev_Fadnavis called on PM @narendramodi. @CMOMaharashtra pic.twitter.com/i2ljZTeuFB
— PMO India (@PMOIndia) July 9, 2022
વડાપ્રધાન કાર્યાલયે(PMO) આ બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. મુખ્યમંત્રી બન્યા બાદ એકનાથ શિંદેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ પ્રથમ મુલાકાત છે. વર્તમાન રાજકીય ઘટનાક્રમ વચ્ચે આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : ભારત G-20 શેરપા તરીકે પિયુષ ગોયલની જગ્યા લેશે ભૂતપૂર્વ નીતિ આયોગના આ અધિકારી- જાણો વિગત
આ પહેલા બંને નેતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda) સાથે મુલાકાત કરી ચુક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નડ્ડા સાથેની બેઠક દરમિયાન મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ(Maharashtra Cabinet Expansion) અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક લગભગ અડધો કલાક ચાલી હતી. આ પછી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે રક્ષા મંત્રી રાજનાથ સિંહ(Defence Minister Rajnath Singh) સાથે મુલાકાત કરી. જ્યારે બંને નેતાઓ શુક્રવારે રાત્રે ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા.