News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચ(Election commission) દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથ(Uddhav Thackeray)ને નવું નામ અને નવું પ્રતીક આપ્યા બાદ હવે શિંદે જૂથ(Shinde group)ને પણ નવું ચિન્હ(New symbol) મળી ગયું છે. શિંદે જૂથની પાર્ટીનું નામ બાળાસાહેબચી શિવસેના છે અને તેને ઢાલ-તલવારનું(Shield and sword) પ્રતીક આપવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આ જાહેરાત કરી છે.
શિંદે જૂથ – બાળાસાહેબચી શિવસેના – ઢાલ-તલવાર
ઠાકરે જૂથ – શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે – મશાલ
આ સમાચાર પણ વાંચો : હજુ તો નવી નક્કોર મોંઘીદાટ કાર ઘરે આવી પણ નથી ને આવી ટક્કર- એક સાથે આઠથી દસ ગાડીઓને લઈ લીધી અડફેટે-જુઓ વીડિયો
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે ત્રિશૂળ(Trishul) અને ગદા(Gada) બંનેને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના પ્રથમ પસંદગીના ચિન્હો તરીકે નકારી કાઢ્યા હતા. શિંદે અને ઠાકરે બંને જૂથો દ્વારા ત્રિશુલની માંગ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે ત્રિશુલ અને ગદા બંને પ્રતીકોને નકારી દીધા હતા કારણ કે તે ધાર્મિક પ્રતીકો છે.