News Continuous Bureau | Mumbai
શિવસેનાના(Shivsena) બળવાખોર નેતા(rebel leader) એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્ય પ્રધાન(Chief Minister) બનીને શાંત પણ બેસી રહ્યા નથી. ધારાસભ્યો(MLA) બાદ સાંસદોને(MP) ફોડયા બાદ હવે તેઓ આખેઆખા શિવસેના પક્ષને(Shiv Sena party) જ પોતાના કબજામાં કરી લેવાનો મંસૂબો રાખ્યો હોવાનું જણાઈ રહ્યું છે. તેથી હવે તેમણે સીધો ચૂંટણી કમિશનને(Election Commission) પત્ર લખ્યો છે અને અમારા જૂથને શિવસેના તરીકેની માન્યતા આપો એવી માગણી કરી છે. તેમના આ પત્રથી શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું(Uddhav Thackeray) ટેન્શન વધી ગયું છે.
શિંદેએ ચૂંટણી કમિશનને પત્ર લખ્યો છે, તેમાં એવી માગણી કરી છે કે અમારી પાસે બે તૃતિયાંશ સંખ્યાબળ છે. 50 ધારાસભ્ય અને 12 સાંસદ પણ અમારી પાસે છે. તેથી અમારા જૂથને જ શિવસેના તરીકે માન્યતા આપવી. તેમ જ પક્ષની નિશાની પણ અમને જ આપવી એવી માગણી કરી છે.
આ સમાચાર પણ વાંચો : લ્યો મંત્રી પદ 100 કરોડમાં વેચવા માટે બજારમાં ફરનારાઓ પકડાયા-જાણો સમગ્ર મામલો
શિંદે ગ્રુપના આ પત્ર અગાઉ જ કે શિવસેના પણ ચૂંટણી કમિશનને એક પત્ર લખ્યો હતો. શિંદે ગ્રુપ તરફથી કોઈ પણ દાવો કરવામાં આવે તો અમને સાંભળ્યા સિવાય નિર્ણય લેવો નહીં એવી વિનંતી કરવામાં આવી છે. ત્યારે શિંદેના અને ઉદ્ધવના પત્ર પર ચૂંટણી કમિશન શું નિર્ણય લેશે તેના પર સૌ કોઈ નજર છે.
એકનાથ શિંદેના જોકે હવે પૂરા પક્ષને જ કબજે કરી લેવાની યોજનાથી ઉદ્ધવ ઠાકરેનું ટેન્શન વધી ગયું છે. આ અગાઉ શિંદેએ શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકરણી પણ બરખાસ્ત કરી નાખી છે અને મુખ્ય નેતા તરીકેનું પદ ઊભું કરીને પોતે મુખ્ય નેતા બની ગયા છે. તેના નવી કાર્યકરણીના નિર્ણય લેવાના તમામ અધિકાર શિંદેએ પોતાની પાસે રાખ્યા છે, તેની માહિતી પણ શિંદેએ ચૂંટણી પંચને આપી છે.