Site icon News Continuous Bureau | Mumbai

આખરે એકનાથ શિંદેએ સૌથી મોટું પત્તું ઉતર્યું-ચૂંટણી કમિશનને આ પત્ર લખ્યો-ઉદ્ધવ ઠાકરે ટેન્શનમાં

News Continuous Bureau | Mumbai

શિવસેનાના(Shivsena) બળવાખોર નેતા(rebel leader) એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્ય પ્રધાન(Chief Minister) બનીને શાંત પણ બેસી રહ્યા નથી. ધારાસભ્યો(MLA) બાદ સાંસદોને(MP)  ફોડયા બાદ હવે તેઓ આખેઆખા શિવસેના પક્ષને(Shiv Sena party) જ પોતાના કબજામાં કરી લેવાનો મંસૂબો રાખ્યો હોવાનું જણાઈ રહ્યું છે. તેથી હવે તેમણે સીધો ચૂંટણી કમિશનને(Election Commission) પત્ર લખ્યો છે અને અમારા જૂથને શિવસેના તરીકેની માન્યતા આપો એવી માગણી કરી છે. તેમના આ પત્રથી શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું(Uddhav Thackeray) ટેન્શન વધી ગયું છે.

Join Our WhatsApp Channel

શિંદેએ ચૂંટણી કમિશનને પત્ર લખ્યો છે, તેમાં એવી માગણી કરી છે કે અમારી પાસે બે તૃતિયાંશ સંખ્યાબળ છે. 50 ધારાસભ્ય અને 12 સાંસદ પણ અમારી પાસે છે. તેથી અમારા જૂથને જ શિવસેના તરીકે માન્યતા આપવી. તેમ જ પક્ષની નિશાની પણ અમને જ આપવી એવી માગણી કરી છે.

આ સમાચાર પણ વાંચો : લ્યો મંત્રી પદ 100 કરોડમાં વેચવા માટે બજારમાં ફરનારાઓ પકડાયા-જાણો સમગ્ર મામલો

શિંદે ગ્રુપના આ પત્ર અગાઉ જ કે શિવસેના પણ ચૂંટણી કમિશનને એક પત્ર લખ્યો હતો. શિંદે ગ્રુપ તરફથી કોઈ પણ દાવો કરવામાં આવે તો અમને સાંભળ્યા સિવાય નિર્ણય લેવો નહીં એવી વિનંતી કરવામાં આવી છે. ત્યારે શિંદેના અને ઉદ્ધવના પત્ર પર ચૂંટણી કમિશન શું નિર્ણય લેશે તેના પર સૌ કોઈ નજર છે.

એકનાથ શિંદેના જોકે હવે પૂરા પક્ષને જ કબજે કરી લેવાની યોજનાથી ઉદ્ધવ ઠાકરેનું ટેન્શન વધી ગયું છે. આ અગાઉ શિંદેએ શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકરણી પણ બરખાસ્ત કરી નાખી છે અને મુખ્ય નેતા તરીકેનું પદ ઊભું કરીને પોતે મુખ્ય નેતા બની ગયા છે. તેના નવી કાર્યકરણીના નિર્ણય લેવાના તમામ અધિકાર શિંદેએ પોતાની પાસે રાખ્યા છે, તેની માહિતી પણ શિંદેએ ચૂંટણી પંચને આપી છે.
 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version