News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર(Uddhav Government) ખતરમાં છે. તેમના દિગ્ગજ મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) પોતાની સાથે કેટલાક ધારાસભ્ય(MLA) સાથે સુરતની મેરેડિયન હોટલમાં(Meridian Hotel in Surat) આવી ગયા છે. તેની વચ્ચે નારાજ એકનાથ શિંદેને મનાવવા માટે તેમના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર ફાટક(Ravindra Phatak) અને મિલિંદ નાર્વેકર(Milind Narvekar) બે નેતાઓ સુરતની હોટલ ખાતે આવી પહોંચ્યા.
જોકે પહેલા તેમને પોલીસે મુખ્ય દ્વાર પર રોક્યા અને અડધા કલાક પછી તેમને જવા દીધા. એકનાથ શિંદે અને મિલિંદ નાર્વેકર વચ્ચેની બેઠક(Meeting) પૂરી થઈ. આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં બંને નેતાઓએ એકનાથ શિંદે સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના(Chief Minister Uddhav Thackeray) પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન એકનાથ શિંદેએ નાર્વેકર સમક્ષ નીચે મુજબ શરતો મૂકી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક
– કોંગ્રેસ(Congress) અને NCP સાથે ગઠબંધન તોડવાની શરત
– શિવસેનાએ(Shivsena) ભાજપ(BJP) સાથે મળીને સરકાર બનાવવાની શરત
ઉલ્લેખનીય છે કે શિવસેનાના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર ધારાસભ્યો સાથે 7 વાગે વર્ષા નિવાસ ખાતે બેઠક બોલાવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે શિવસેના કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન તોડે છે કે પછી પોતાના નિર્ણય પર અડગ રહે છે.