News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Maharashtra former Chief Minister Uddhav Thackeray) પોતાના નિવેદનો માં હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Chief Minister Eknath Shinde) ને વારંવાર ઓટો રીક્ષા વાળા કહીને સંબોધિત કરી રહ્યા છે. માત્ર ઉદ્ધવ ઠાકરે નહીં પણ આદિત્ય ઠાકરે(Aditya Thackeray) અને સંજય રાઉત(Sanjay Raut) પણ એકનાથ શિંદે ને તેમના ભૂતપૂર્વ વ્યવસાય આધારે ચિઢાવી રહ્યા છે. હવે આ સંદર્ભે મુખ્યમંત્રી એકનાથ શિંદે પહેલી વખત મૌન તોડ્યું છે.
આ સમાચાર પણ વાંચો : નવી સરકાર આવતાં વેંત જૂની સરકારના નિર્ણયો પર પસ્તાળ પડી- અજિત પવાર નો આ નિર્ણય રદ કરવામાં આવ્યો
પોતાના ટ્વીટ ના માધ્યમથી એકનાથ શિંદેએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રોકડું પરખાવી દીધું છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું છે કે મારી રીક્ષા ની સ્પીડ તમારી મર્સીડીઝ ગાડી કરતા વધુ ઝડપી છે. કદાચ આ જ કારણથી હું આગળ નીકળી ગયો છું.