Site icon

શિંદે ગ્રુપનું સેના ભવન દાદરમાં નહીં પણ મુંબઈ નજીકના આ વિસ્તારમાં હશે

 News Continuous Bureau | Mumbai

થોડા દિવસ અગાઉ જ દાદરમાં(Dadar) શિવસેના ભવનની(Shiv Sena Bhavan) બાજુમાં શિંદે ગ્રુપ(Shinde Group) પોતાની સેના ભવન(Sena Bhavan) બનાવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે તાજેતરમાં શિંદે ગ્રુપ દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં શિંદે ગ્રુપની મુખ્ય ઓફિસનું સરનામું(Head Office Address) થાણેના(Thane)  ટેંભી નાકા સ્થિત આનંદ આશ્રમનો(Anand Ashram) ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી શિંદે ગ્રુપનું મુખ્યાલય થાણેમાં હશે કે મુંબઈમાં તે બાબતે સવાલો થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

શિવસેના કોની એ બાબતે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) તેનો નિર્ણય આવશે ત્યારે આવશે. જોકે શિંદે ગ્રુપ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પોતાના ગ્રુપને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં લાગી ગઈ છે. તે હેઠળ થોડા દિવસ પહેલા શિંદે ગ્રુપ દ્વારા તેમની શિવસેનાનું મુખ્ય ભવન દાદરમાં શિવસેના ભવન નજીક બાંધવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે એ વચ્ચે જ શિંદે ગ્રુપ દ્વારા બહાર મુંબઈ મહાનગરપાલિકાની(BMC) સ્થાયી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ(Former Chairman) યશંવત જાધવને(Yashwant Jadhav) મુંબઈના વિભાગ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા, તેનો લગતો પત્ર બહાર પાડવામાં આવ્યો હતો, તેમાં શિંદે ગ્રુપના મુખ્ય કાર્યાલયમાં એડ્રેસ થાણેનો આપવામાં આવ્યો છે. તેથી તેમના સેના ભવનનું નામ આનંદ આશ્રમ હોઈ શકે એવું માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:  અયોધ્યા કાશી બાદ હવે મથુરાનો વારો- કોર્ટે આ આપ્યો આ ઐતિહાસિક ચુકાદો
 

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version