News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદે (Eknath Shinde)અત્યારે કાયદેસરની લડાઈમાં ગોઠવાયા છે ત્યારે તેઓ કોલીફીકેશન થી બચવા માટે જે પગલાં લઈ શકાય તે તમામ વિકલ્પો તપાસી રહ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર એકનાથ શિંદે પાસે જો કોઇ વિકલ્પ નહીં બચે તો તેમણે પોતાના જૂથ સાથે અન્ય પાર્ટી માં પ્રવેશ કરવો પડશે. આવા સમયે ભારતીય જનતા પાર્ટી(BJP)માં પ્રવેશ કરવાને કારણે અનેક ધારાસભ્યો(MLAs) અડચણનો સામનો કરી રહ્યા છે. આ પરિપેક્ષમાં એકનાથ શિંદેએ રાજ ઠાકરે(Raj Thackeray) સાથે ફોન પર વાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતનો વધુ એક બફાટ- આનંદ દિધે મારા કારણે ધર્મવીર બન્યા- જાણો બીજું શું કહ્યું
એકનાથ શિંદેનું જૂથ જો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(Maharashtra Navnirman Sena-MNS)માં પ્રવેશ કરી નાખે તો ઠાકરે બ્રાન્ડ અને હિંદુત્વ(Hindutva) બંને તેમની પાસે આવી શકે તેમ છે. આ ઉપરાંત જે કારણોને કારણે રાજ ઠાકરેએ શિવસેના છોડી હતી તેવા જ કારણો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ રજૂ કર્યા હતા. આ પરિસ્થિતિમાં એકનાથ શિંદે અને રાજ ઠાકરે(Raj Thackeray) વચ્ચે થયેલી વાતચીત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.