News Continuous Bureau | Mumbai
સાંજ સુધીમાં કદાચ મહાવિકાસ આઘાડી(Mahavikas Aghadi) સરકારનું ભવિષ્ય ક્લિયર થઈ જશે. હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) શું ચાલી રહ્યું છે બધાને દેખાઈ રહ્યું છે પણ એકનાથ શિંદે(Eknath Shinde) બળવો કરે તે પહેલા જ આખું ચેપ્ટર લખાઈ ગયું હોવાનું કહેવાય છે અને મહારાષ્ટ્ર સરકાર(Government of Maharashtra) અંધારામાં રહી ગઈ. બળવાખોરીના 12 કલાક પહેલાથી એટલે કે બપોરથી મુંબઈમાં તેની તૈયારી થઈ ગઈ હતી.
રાતના મહારાષ્ટ્રના બળવાખોર 35 ધારાસભ્ય(MLA) સુરતની(Surat) મેરેડિયન હોટલમાં(Meridian Hotel) મુંબઈમાં મુખ્ય પ્રધાનના(Chief Minister) સત્તાવાર નિવાસસ્થાન વર્ષામાં(Varsha) તેમના બળવાના સમાચાર મળ્યા હતા. તે પછી તરત જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) રાતના 2 વાગ્યે વર્ષા ખાતે શિવસેનાના નેતાઓની બેઠક યોજી હતી. પરંતુ, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જે બાદ મુંબઈમાં દિવસભર મોટી રાજકીય હિલચાલ થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર રાજકીય સંકટ – કેબિનેટ બેઠકમાં 8 મંત્રીઓ ગેરહાજર- શિવસેનાએ જાહેર કર્યું વ્હિપ- પાર્ટીના તમામ ધારાસભ્યોને આપ્યો આ આદેશ
સોમવારે રાત્રે 9.30 કલાકે વિધાન પરિષદનું(Legislative Council) પ્રથમ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, તે સમયે શિવસેનાનો(Shivsena) કોઈ નેતા હાજર નહોતો. શિંદેની નારાજગીનો વાત શિવસેનાના નેતાઓ ફેલાઈ ગઈ હતી. આથી સોમવારે આખો દિવસ શિવસેનામાં શાંતિ રહી હતી. સોમવારે બપોરે 3 વાગે વિધાનસભા છોડીને નીકળેલા બળવાખોરો રાતના સીધા સુરત પહોંચી ગયા હતા.
સોમવારે રાત્રે 9.30 વાગ્યે, સ્પષ્ટ થયું કે શિંદે નોટ રીચેબલ છે. ખાતરી કરે ત્યાં સુધીમાં શિંદે સહિત 35 ધારાસભ્યો મધરાતે સુરત પહોંચી ગયા હતા. જે બાદ વર્ષા બંગલામાં શિવસેનાના પદાધિકારી એક્ટિવ થયા હતા. મહાવિકાસ આઘાડીની બેઠક પણ થઈ હતી, આ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું.