Site icon

અત્યારે શું થઈ રહ્યું છે બધાને ખબર છે પરંતુ શું તમને ખબર છે કે બંડખોરીના 12 કલાક પહેલાથી શું ચાલી રહ્યું હતું-જાણો એકનાથ શિંદેના રાજનૈતિક દાવની પ્રિક્વલ અહીં

News Continuous Bureau | Mumbai 

સાંજ સુધીમાં કદાચ મહાવિકાસ આઘાડી(Mahavikas Aghadi) સરકારનું ભવિષ્ય ક્લિયર થઈ જશે. હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) શું ચાલી રહ્યું છે બધાને દેખાઈ રહ્યું છે પણ એકનાથ શિંદે(Eknath Shinde) બળવો કરે તે પહેલા જ આખું ચેપ્ટર લખાઈ ગયું હોવાનું કહેવાય છે અને મહારાષ્ટ્ર સરકાર(Government of Maharashtra) અંધારામાં રહી ગઈ. બળવાખોરીના 12 કલાક પહેલાથી એટલે કે બપોરથી મુંબઈમાં તેની તૈયારી થઈ ગઈ હતી.

Join Our WhatsApp Community

રાતના મહારાષ્ટ્રના બળવાખોર 35 ધારાસભ્ય(MLA) સુરતની(Surat) મેરેડિયન હોટલમાં(Meridian Hotel) મુંબઈમાં મુખ્ય પ્રધાનના(Chief Minister) સત્તાવાર નિવાસસ્થાન વર્ષામાં(Varsha) તેમના બળવાના સમાચાર મળ્યા હતા. તે પછી તરત જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) રાતના  2 વાગ્યે વર્ષા ખાતે શિવસેનાના નેતાઓની બેઠક યોજી હતી. પરંતુ, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જે બાદ મુંબઈમાં દિવસભર મોટી રાજકીય હિલચાલ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર રાજકીય સંકટ – કેબિનેટ બેઠકમાં 8 મંત્રીઓ ગેરહાજર- શિવસેનાએ જાહેર કર્યું વ્હિપ- પાર્ટીના તમામ ધારાસભ્યોને આપ્યો આ આદેશ 

સોમવારે રાત્રે 9.30 કલાકે વિધાન પરિષદનું(Legislative Council) પ્રથમ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, તે સમયે શિવસેનાનો(Shivsena) કોઈ નેતા હાજર નહોતો. શિંદેની નારાજગીનો વાત શિવસેનાના નેતાઓ ફેલાઈ ગઈ હતી. આથી સોમવારે આખો દિવસ શિવસેનામાં શાંતિ રહી હતી.  સોમવારે બપોરે 3 વાગે વિધાનસભા છોડીને નીકળેલા બળવાખોરો રાતના સીધા સુરત પહોંચી ગયા હતા.

સોમવારે રાત્રે 9.30 વાગ્યે, સ્પષ્ટ થયું કે શિંદે નોટ રીચેબલ છે. ખાતરી કરે ત્યાં સુધીમાં શિંદે સહિત 35 ધારાસભ્યો મધરાતે સુરત પહોંચી ગયા હતા. જે બાદ વર્ષા બંગલામાં શિવસેનાના પદાધિકારી એક્ટિવ થયા હતા. મહાવિકાસ આઘાડીની બેઠક પણ થઈ હતી, આ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું.
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version