451
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદે(Eknath Shinde)એ વિધાનસભા(Assembly)ની લડાઈ જીતી લીધી છે. તેમણે અધિકાંશ ધારાસભ્યો(MLAs)ને પોતાની તરફેણમાં કરી લીધા છે અને આવનાર સમયમાં અધિકાંશ સંસદ સભ્યો પણ તેમની પાસે આવી જશે. ત્યારબાદ એકનાથ શિંદે પોતાના ગ્રુપ ને એક અલગ અસ્તિત્વ માટે તજવીજ શરૂ કરશે. આવા સમયે એવી શક્યતા બતાવવામાં આવી રહી છે કે એકનાથ શિંદે તીર કમાન(Shivsena symbol) પર પોતાનો દાવો મૂકી દે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભામાં ઓપરેશન કમળ પત્યું- હવે શિવસેનાના સાંસદોનો વારો
જો એકનાથ શિંદે આવી કોઈ હિલચાલ કરશે તો આ મામલે ચૂંટણી પંચ(election commission) પાસે પહોંચશે. તેમજ ચૂંટણી પંચ નક્કી કરશે કે તીર કમાન(Bow and arrow) કોની પાસે હોવું જોઈએ. આમ એકનાથ શિંદે પોતાની લડાઈ અહીં થોભાવી દે તેવું લાગતું નથી.
You Might Be Interested In