Site icon

પૂર્વોત્તરના ત્રિપુરા-નાગાલેંડમાં ફરી લહેરાશે ભગવો, તો મેઘાલયમાં બનશે ત્રિશંકુ સરકાર? કોંગ્રેસના સૂપડા સાફ..

પૂર્વોત્તરના ત્રણ રાજ્યો નાગાલેંડ, ત્રિપુરા અને મેઘાલયમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો માટે મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના 6 કલાક પછી ત્રિપુરા અને નાગાલેંડમાં તસવીર સ્પષ્ટ થતી જોવા મળી રહી છે.

Election 2023 results : BJP set to win Tripura, Nagaland, 5th in Meghalaya

પૂર્વોત્તરના ત્રિપુરા-નાગાલેંડમાં ફરી લહેરાશે ભગવો, તો મેઘાલયમાં બનશે ત્રિશંકુ સરકાર? કોંગ્રેસના સૂપડા સાફ..

News Continuous Bureau | Mumbai

પૂર્વોત્તરના ત્રણ રાજ્યો નાગાલેંડ, ત્રિપુરા અને મેઘાલયમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો માટે મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના 6 કલાક પછી ત્રિપુરા અને નાગાલેંડમાં તસવીર સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. ત્રિપુરામાં ભાજપ તો નાગાલેન્ડમાં એનડીપીપી (ભાજપ ગઠબંધન)ની સત્તામાં વાપસી લગભગ નક્કી માનવામાં આવી રહી છે. જ્યારે મેઘાલયમાં ત્રિશંકુ સરકાર બનતી જોવા મળે છે. જોકે, અહીં વર્તમાન સીએન કોનરાડ સંગમાની પાર્ટી એનપીપી આગળ ચાલી રહી છે. ત્રણેય રાજ્યમાં 60-60 બેઠક છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી એ જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી.

Join Our WhatsApp Community

નાગાલેન્ડમાં રચાયો ઇતિહાસ, પ્રથમ વખત મહિલા ધારાસભ્ય

નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન 39 બેઠકો પર આગળ છે. ભાજપ ગઠબંધનની સ્પષ્ટ બહુમતી સાથે અહીં સરકાર રચાઈ શકે તેમ છે. નાગાલેન્ડમાં ઇતિહાસ રચાયો છે. અહીં 60 વર્ષમાં પ્રથમ વખત મહિલા ધારાસભ્ય ચૂંટાયા છે. નાગાલેન્ડમાં પહેલીવાર 2 મહિલાઓ ચૂંટણી જીતી છે. દીમાપુર-III બેઠક પર એનડીપીપીના હેકાની જાખલુએ જીતી હતી અને એનડીપીપીના સલ્હૌતુઓનુઓ પશ્ચિમી અંગામી બેઠક પર જીતીને વિજેતા બન્યા છે.

આ સમાચાર પણ વાંચો  :  કોંગ્રેસે ઝૂંટવી લીધો ભાજપનો 28 વર્ષ જૂનો ગઢ, પુણેની કસબા પેઠ બેઠક પર આ ઉમેદવારે લહેરાવ્યો જીતનો ઝંડો..

ત્રિપુરામાં ભાજપની સત્તામાં ફરી વાપસી

ચૂંટણી પંચના આંકડા અનુસાર, ભાજપ ત્રિપુરામાં ફરી સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. પાર્ટી અહીં 33 સીટો પર આગળ ચાલી રહી છે. તે જ સમયે, કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધન માત્ર 15 સીટો પર લીડ ધરાવે છે. નવા પક્ષ, ટીપ્રા મોથાએ આ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જે 13 બેઠકો પર આગળ છે. જોકે ટ્રેન્ડમાં ભાજપને કોઈના સમર્થનની જરૂર નથી. તેમ છતાં, ભગવા શિબિર TMPને એકસાથે આવવાની ઓફર કરી શકે છે.

Gold and Silver Prices Skyrocket:બજારમાં તેજીનો કરંટ: સોના-ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે ભાવ વધારાનું કારણ અને લેટેસ્ટ માર્કેટ રેટ
Middle East Peace Talks: હોર્મુઝ પર ઈરાનનો દાવો! ટ્રમ્પ સામે મૂકી અશક્ય શરતો; મધ્ય પૂર્વમાં શાંતિ કે મહાયુદ્ધ? જાણો ઈરાનનો નવો પ્લાન.
Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
Exit mobile version