ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 જુન 2020
પાછલા થોડા દિવસોથી દેશના વિવિધ વિસ્તારમાંથી હાથીઓના માર્યા જવાના સમાચારો આવી રહયા છે આ વચ્ચે કોઈમ્બત્તુર જિલ્લામાં મો ની ઇજા થી પીડાતા 12 વર્ષિય જંગલી હાથીનું અવસાન થયું છે. જિલ્લાના વન વિસ્તારમાં સારવાર વેળા દમ તોડી દીધો હતો. લગભગ એક અઠવાડિયા પહેલા હાથીના મોંમાં એક ડાળખી અટવાઇ હતી, જેના કારણે તે ખાવામાં અસમર્થ હતો અને ઘણા દિવસોથી ભૂખે મારતો હતો. મળતી માહિતી મુજબ પેરિયાનીકૈનપલયમ વન વિસ્તારમાં પુરુષ હાથીને થયેલી ઇજા વિશેની માહિતી મળ્યા બાદ, વન વિભાગના અધિકારીઓ અને એક પશુ ચિકિત્સકે કેળા જેવા હળવા ફળોમાં એન્ટિબાયોટિક્સ અને પેઇનકિલર્સ આપીને તેની સારવાર શરૂ કરી હતી.
જોક કે આ દરમિયાન જ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે હાથીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના થોડા દિવસો પહેલા કેરળમાં બે હાથીઓના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમણે વિસ્ફોટકોથી ભરેલા ફળ ખાધા હતા, જેના કારણે તેમના મોમાં ઘા થઈ ગયા હતા. જો કે, કેરળની ઘટનાથી વિપરીત, આ કેસ અકસ્માતને કારણે થયેલી ઇજાનો છે.…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
