ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
કેરળ
26 જુન 2020
જીવદયા પ્રેમીઓને આનંદ થાય એવા સમાચાર છે.. કેરળ સરકાર હાથીને પણ હવે મફત અનાજ આપશે.. કેરળ સરકારે આગામી 40 દિવસ માટે હાથી દીઠ 16,000 રૂપિયા મંજુર રાખ્યા છે. પશુપાલન વિભાગ હાથીઓના સંબંધિત કેરટેકર્સ સુધી ફૂડ કીટ પહોંચે તેની ખાતરી કરશે
થોડા દિવસો અગાઉ કેરળમાં ખોરાકની શોધમાં નીકળેલી ગર્ભવતી હાથણીને વિસ્ફોટક ભરેલું અનાનસ કેટલાક તોફાની તત્વોએ ખવડાવી દીધું હતું. જે ખાધા બાદ ગર્ભવતી હાથણીએ તડપી ટાડપીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો..
આ ઘટના બાદ કેરળ સરકારની ખૂબ ટીકાઓ થઇ હતી આથી હવે કેરળ સરકારએ શીખ લઈને હાથીના માલિકોને હાથી માટે મફત અનાજ આપવાની વાત કરી છે. જેમાં 120 કિલો ચોખા, 160 કિલો ઘઉં, 120 કિલો રાગી અને 6 કિલો ગોળનો સમાવેશ થાય છે. આનાથી એક લાભ એ થશે કે કોઈ પણ માલિક પોતાના હાથીઓને ખોરાક માટે છુટા રખડતા છોડી દેશે નહીં અને વધુ કોઈ હાથી એ જીવ ગુમાવવો પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે જેમ જેમ જંગલો કપાઈ રહ્યા છે તેમ-તેમ પશુ પ્રાણીઓ ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં પહોંચી જાય છે. જ્યાં ઘણી વાર લોકો ની શરારત નો ભોગ બનવું પડે છે. હાલમાં પાછલા થોડા દિવસોથી રોજ કોઈને કોઈ રીતે હાથીઓ મોતને ભેટી રહ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
