શૉકિંગ! મંત્રાલય બાદ હવે મહારાષ્ટ્રની આ પાલિકાની ઑફિસમાંથી મળી આવી દારૂની બાટલીઓ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

ગુરુવાર

મુંબઈમાં આવેલા મંત્રાલયની ઇમારતમાંથી દારૂની ખાલી બાટલીઓ મળી આવવાનો બનાવ હજી તાજો છે, ત્યાં હવે ઔરંગાબાદ મહાનગરપાલિકાની ઑફિસમાંથી દારૂની ખાલી બાટલી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.

ઔરંગાબાદ પાલિકાના મુખ્યાલયમાં  દેશી અને વિદેશી બનાવટની દારૂની ખાલી બાટલીઓ મળી આવી હતી. એવી શંકા વ્યક્ત થઈ રહી છે કે કર્મચારીઓએ ડ્યૂટી પૂરી થયા બાદ ઑફિસમાં જ દારૂની પાર્ટી કરી હતી.

મહારાષ્ટ્રમાં જો આવું થયું તો રાતોરાત ફરી નિયંત્રણો અમલમાં આવશે. મુખ્ય મંત્રીએ કહી દીધી આટલી મોટી વાત..જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે મંત્રાલયની કૅન્ટીનના ડક એરિયામાંથી દારૂની ખાલી બાટલીઓ મળી આવી હતી. રાજ્યની સૌથી સુરક્ષિત મનાતી ઇમારતમાં દારૂની બાટલીઓ પહોંચી કેવી રીતે? એને લઈને વિપક્ષો દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More