મહારાષ્ટ્રના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ પ્રધાન ઉદય સામંતે શાસન અનુદાનિત સ્વાયત સંસ્થાઓના એન્જીનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મોટી ઘોષણા કરી છે.
એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ટ્યુશન ફી ઉપરાંત અન્ય ફીમાં 16 હજાર 250 રૂપિયાની એટલે કે 25% છૂટ આપવામાં આવશે.
આનો લાભ આશરે 20 હજાર એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને મળશે.
ઉલ્લેખનીય છે કે સરકારી અને શાસન અનુદાનિત સ્વાયત એન્જિનિયરિંગ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ ટ્યૂશન ફી સહિતની ફી ચૂકવવી પડે છે.
મોટા સમાચાર : કાંદિવલીની સોસાયટીના રહેવાસીઓને એક્સપાયર થયેલી વેક્સિન મળી હતી?