Gujarat : ચોમાસા દરમ્યાન ૧૫ જૂનથી ૧૫ ઑક્ટોબર સુધી ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે

Gujarat : ૧૬ ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ થશે

by Hiral Meria
Entry of tourists to all sanctuaries and national parks of Gujarat will be restricted from June 15 to October 15 during monsoon.

News Continuous Bureau | Mumbai

Gujarat : વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ-૨૮ અને ૩૩ની જોગવાઇ મુજબ ચોમાસા ( Monsoon ) દરમ્યાન ૧૫ જૂનથી ૧૫ ઑક્ટોબર દરમિયાન ભારે વરસાદને ( Heavy rain ) કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોઈ, જેમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ગુજરાતનાં તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ( National Parks ) ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે સૂચના આપવામાં આવી છે.  

આ સમાચાર  પણ વાંચો :  TCS-Reliance Market Cap Rise: શેરબજારમાં ગત સપ્તાહમાં Tataના આ શેરે કર્યો કમાલ, રોકાણકારોએ 5 દિવસમાં છાપ્યા 80000 કરોડ, Reliance શેરે પણ બતાવી તેની તાકાત..

૧૬ ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ ( tourists ) માટે રાબેતા મુજબ ચાલુ કરવાના રહેશે, એમ પણ રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રી એન. શ્રીવાસ્તવની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More