News Continuous Bureau | Mumbai
Gujarat : વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ-૨૮ અને ૩૩ની જોગવાઇ મુજબ ચોમાસા ( Monsoon ) દરમ્યાન ૧૫ જૂનથી ૧૫ ઑક્ટોબર દરમિયાન ભારે વરસાદને ( Heavy rain ) કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોઈ, જેમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ગુજરાતનાં તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ( National Parks ) ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે સૂચના આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : TCS-Reliance Market Cap Rise: શેરબજારમાં ગત સપ્તાહમાં Tataના આ શેરે કર્યો કમાલ, રોકાણકારોએ 5 દિવસમાં છાપ્યા 80000 કરોડ, Reliance શેરે પણ બતાવી તેની તાકાત..
૧૬ ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ ( tourists ) માટે રાબેતા મુજબ ચાલુ કરવાના રહેશે, એમ પણ રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રી એન. શ્રીવાસ્તવની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
