News Continuous Bureau | Mumbai
Epidemics Increased: ઓગસ્ટમાં બંધ થયેલો વરસાદ ( Rain ) સપ્ટેમ્બરમાં ફરી શરૂ થયો અને રોગચાળાએ માથું ઉચક્યું. ( ડેન્ગ્યુ, મેલેરિયા અને ગેસ્ટ્રોના દર્દીઓની સંખ્યા ફરી વધી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના 350, મેલેરિયાના 390 અને ગેસ્ટ્રોના 192 કેસ નોંધાયા છે. જેથી આરોગ્યની કાળજી રાખવા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
વરસાદને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી એકઠું થાય છે અને દૂષિત પાણીને કારણે ગેસ્ટ્રો, ટાઈફોઈડ, કોલેરા, કમળો જેવા રોગો થાય છે, જ્યારે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો જંતુઓની અસરથી ફેલાય છે. આથી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર તંત્રને ચોમાસા માટે તૈયાર રાખવામાં આવ્યું છે.
ચોમાસામાં થતા રોગોથી બચવા માટે પાલિકાના ( BMC ) આરોગ્ય વિભાગ ( Health Department ) દ્વારા શહેરીજનોને ઘર અને ઘરની સામેનો વિસ્તાર સ્વચ્છ રાખવા, પાણી જમા ન થવા દેવા અને ડોક્ટરની સલાહ લીધા વિના દવા ન લેવા અપીલ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Madhya Pradesh: મંદિરની સીડીઓ પર લગાવવામાં આવ્યો ઉધયનિધિનો ફોટો, પગ સાફ કરીને જતા ભક્તો..જાણો શું છે સમગ્ર મામલો, શું કહ્યું ઉદયનિધિએ પોતાના નિવેદનમાં? વાંચો વિગતે અહીં..
નગરપાલિકા દ્વારા કાળજી લેવામાં આવી છે?
– મ્યુનિસિપલ જંતુનાશક વિભાગ દ્વારા ચોમાસામાં રોગો ફેલાવતા જંતુઓ, મેલેરિયા અને ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છરોના નિયંત્રણ માટે મ્યુનિસિપલ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે.
– મોટી હોસ્પિટલો અને ઉપનગરીય હોસ્પિટલોમાં ચોમાસામાં થતા રોગો માટે સાડા ત્રણ હજાર જેટલા બેડ રાખવામાં આવ્યા છે.
-મ્યુનિસિપલ હોસ્પિટલોમાં ડોર-ટુ-ડોર સ્ક્રીનીંગ ઝુંબેશ અને મફત સારવાર આપવામાં આવી રહી છે.