Site icon

ESIC Hospital : ડૉ. મનસુખ માંડવિયા 31 મે 2025ના રોજ હિમાચલ પ્રદેશના કાલા અંબ ખાતે કર્મચારી રાજ્ય વીમા નિગમની નવનિર્મિત 30-પથારીની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે

ESIC Hospital : આશરે 100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ આધુનિક હોસ્પિટલથી 1 લાખ કરતાં વધુ લાભાર્થીઓને લાભ મળવાની અપેક્ષા છે

Mansukh Mandaviya chaired a stakeholder consultation meeting on the draft National Sports Governance Bill 2024.

Mansukh Mandaviya chaired a stakeholder consultation meeting on the draft National Sports Governance Bill 2024.

News Continuous Bureau | Mumbai 

 ESIC Hospital : કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 31 મે 2025ના રોજ હિમાચલ પ્રદેશના સિરમૌરના કાલા અંબ ખાતે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની નવનિર્મિત 30 પથારીની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ આધુનિક હોસ્પિટલ, જેને 100 પથારી સુધી અપગ્રેડ કરી શકાય છે, તે પ્રદેશમાં કર્મચારી રાજ્ય વીમા (ESI) યોજના હેઠળ આરોગ્યસંભાળ સેવાઓને મજબૂત બનાવવામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે.

Join Our WhatsApp Community

ખાસ સન્માન તરીકે, ડૉ. માંડવિયા હોસ્પિટલના નિર્માણમાં યોગદાન આપનારા બાંધકામ કામદારોને સન્માનિત પણ કરશે.

આશરે 100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ આધુનિક હોસ્પિટલથી 1 લાખ કરતાં વધુ લાભાર્થીઓને લાભ મળવાની અપેક્ષા છે, જેનાથી સિરમૌર અને પડોશી જિલ્લાઓના રહેવાસીઓને વધુ સારી માળખાગત સુવિધાઓ અને અદ્યતન આરોગ્યસંભાળ સેવાઓની સુવિધા મળશે.

વર્ષ 2019માં કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા મંજૂર કરાયેલ, હોસ્પિટલનું બાંધકામ 28 માર્ચ, 2022ના રોજ શરૂ થયું. G+2 હોસ્પિટલ 13532.77 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે, જેમાં સ્ટાફ ક્વાર્ટર્સ માટે વધારાનો 2094.74 સ્ક્વેર મીટર અને આનુષંગિક સુવિધાઓ માટે 65.79 સ્ક્વેર મીટરનો વિસ્તાર છે. જેનાથી કુલ બિલ્ટ-અપ વિસ્તાર 16293.30 સ્ક્વેર મીટર થઈ ગયો છે. હોસ્પિટલથી 1 લાખ કરતાં વધુ લાભાર્થીઓને લાભ મળવાની અપેક્ષા છે. જેનાથી સિરમૌર અને પડોશી જિલ્લાઓના રહેવાસીઓ માટે આરોગ્યસંભાળની પહોંચમાં નોંધપાત્ર સુધારો થશે.

આ હોસ્પિટલ જનરલ મેડિસિન, સર્જરી, ગાયનેકોલોજી, ઓર્થોપેડિક્સ, ઓપ્થેલ્મોલોજી (આંખ) અને દંત ચિકિત્સા જેવા આવશ્યક વિભાગોથી સજ્જ હશે, તેમજ મોડ્યુલર ઓપરેશન થિયેટર, CSSD, મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ વગેરે જેવી વિવિધ આનુષંગિક સેવાઓ પણ ઉપલબ્ધ હશે. તે આઉટપેશન્ટ (OPD) અને ઇનપેશન્ટ (IPD) બંને સંભાળ પૂરી પાડશે. જે ESIC લાભાર્થીઓની તબીબી જરૂરિયાતોને અસરકારક રીતે પૂર્ણ કરશે.

આ સમાચાર પણ વાંચો  : 

હાલમાં, હિમાચલ પ્રદેશમાં, લગભગ 4,10,860 વીમાધારક વ્યક્તિઓ ESIC યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને 15 લાખથી વધુ લોકો 12 શાખા કચેરીઓ, 1 DCBO અને 17 રાજ્ય સંચાલિત દવાખાનાઓ દ્વારા તબીબી અને રોકડ લાભો સહિત લાભો મેળવી રહ્યા છે. કાઠા (બડ્ડી) ખાતે 100 પથારીવાળી ESIC મોડેલ હોસ્પિટલ દ્વારા ગૌણ સંભાળ પૂરી પાડવામાં આવે છે. વધુમાં, DHSR હેઠળ સુપર સ્પેશિયાલિટી સંભાળ માટે 28 અને ગૌણ સંભાળ માટે 64 હોસ્પિટલો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version