ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ 26 એપ્રિલ 2021.
સોમવાર.
સુરત જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગના ડો.ધર્મેશ ચૌહાણને ફરજ દરમિયાન પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હોવા છતાં 10 કલાક સુધી ચાર ક્રિટિકલ દર્દીની સારવાર કરી હતી.આઇસીયુ વોર્ડમાં દાખલ પિતાની સારવાર પણ ડો.ધર્મેશ જ કરી રહ્યા હતા.

સુરત જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં છેલ્લાં ત્રણ વર્ષથી ડો. ધર્મેશ સેવા આપી રહ્યા હતાં. તેમના પિતાજી છગનભાઈ ચૌહાણ 58 વર્ષના હતા, તેમને કોરોના થતાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેમની તબિયત લથડતા વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા હતાં. ડો. ધર્મેશન ઘરે તેમના ભાઈ, બભી અને ભત્રીજો પણ કોરોનાગ્રસ્ત થયાં હતાં. આ તમામ દર્દીઓની સાથે સાથે તેઓ પિતાજીની પણ સારવાર કરી રહ્યા હતા.જોકે 21મી એપ્રિલના રોજ સારવાર દરમિયાન રાત્રે 10:30 વાગ્યે તેમના પિતાજીનું અવસાન થયું, તે સમયે ડો.ધર્મેશ હોસ્પિટલમાં જ ફરજ બજાવતા હતા. તે વખતે બીજા ચાર દર્દીઓની હાલત ગંભીર હોવાથી ડો. ધર્મેશ તેમના ઉપચારમાં લાગી ગયા અને એક ડોક્ટર તરીકે તેમની ફરજ પુરી કરી હતી. જોકે સવાર આઠ વાગ્યા સુધી સારવાર કર્યા બાદ જ તેમણે પિતાની અંતિમ વિધિ કરી હતી.
એલપીજી ગેસ બુકિંગ પદ્ધતિ હવે થશે બધું સરળ રીતે.. જાણો વિગત..