ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 2 એપ્રિલ 2021
શુક્રવાર
આસામમાં હાલ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. તેવામાં કરીમગંજ જિલ્લામાં ભાજપના સંસદની ગાડીમાંથી ઈ.વી.એમ. મળતા વિવાદ શરૂ થયો છે. આ ગાડી ભાજપના સાંસદ કૃષ્ણેન્દુ પાલના પત્નીની હોવાની વાત સામે આવી છે. ગાડીમાં જયારે ઈ.વી.એમ. મળ્યું ત્યારે તેમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હતી કે ઈલેક્સન કમિશનના કોઈ અધિકારી પણ ન હતા.
ઈલેક્સન કમિશને આ બાબતે એફ.આઈ.આર. નોંધાવી વિસ્તૃત રિપોર્ટની માંગણી જિલ્લા અધિકારી પાસે કરી છે. ઈલેક્સન કમિશને આ મામલે 4 અધિકારીઓને નિલંબિત કર્યા છે. ડી.એમ.એ ઈલેક્સન કમિશનને આપેલી શરૂઆતી જાણકારી મુજબ પોલિંગ પાર્ટીની ગાડી રસ્તામાં ખરાબ થઈ જતા તેમણે રસ્તામાં બીજી ગાડી પાસે મદદ માંગી હતી. અધિકારીને ત્યારે ગાડી સાંસદની હોવાની પૂર્વ જાણકારી ન હતી.તેથી તેણે લિફ્ટ લીધી હતી.
મામલો સામે આવતા કોંગ્રેસની મહા-સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરી કરી સવાલ ઉઠાવ્યો હતો. એક વીડિયોને રિટ્વીટ કરી લખ્યું કે જયારે પણ કોઈ ખાનગી ગાડીમાં ઈ.વી.એમ. મળે છે ત્યારે તે ગાડી બી.જે.પી.ના કોઈ નેતાની જ કેમ હોય છે?