232
Join Our WhatsApp Community
આજે પ.બંગાળ વિધાનસભા માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે તે સમયે જ તૃણમુલ કોંગ્રેસ પાર્ટી ના એક ઉમેદવારના ઘરેથી ઈવીએમ મશીન અને 4 વીવીપેડ મળી આવ્યા છે.
આ મામલે ચૂંટણી પંચનું કહેવું છે કે ટીએમસીના નેતાના ઘરની બહાર મળેલું ઈવીએમ રિઝર્વ મશીન હતું. ચૂંટણીપંચે સેક્ટર ઓફિસરને સસ્પેન્ડ કરી દીધા છે અને આ મશીનને ચૂંટણી પ્રક્રિયા માંથી હટાવી દેવાયું છે
આ અગાઉ આસામમાં પણ એક આવો જ મામલો સામે આવી ચૂક્યો છે. જ્યાં એક ભાજપના ઉમેદવારની પત્નીના વાહનમાં ઈવીએમ લઈ જવા પર હોબાળો મચી ગયો હતો.
You Might Be Interested In
