News Continuous Bureau | Mumbai
ટીડીપીના સંસ્થાપક(TDP founder) અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી(Former CM of Andhra Pradesh) એનટી રામારાવની(NT Rama Rao) પુત્રી ઉમા માહેશ્વરીનું(Uma Maheshwari) નિધન થયું છે.
મીડિયા રિપોર્ટ મુજબ 52 વર્ષની ઉમાનો મૃતદેહ તેમના ઘરેથી પંખા પર લટકતી હાલતમાં મળ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી આપી છે.
પોલીસનું કહેવું છે કે માંદગીથી કંટાળીને આત્મહત્યા(Suicide) કરી હોય તેવું પ્રાથમિક તારણ લાગી રહ્યું છે.
કલમ 174 સીઆરપીસી(CRPC) (આત્મહત્યા પર પૂછપરછ અને રિપોર્ટ કરવા માટે) પોલીસ કેસ દાખલ કરી રહી છે અને આગળની તપાસ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈથી ઔરંગાબાદ અને ત્યારબાદ અચાનક દિલ્હી-મુખ્યમંત્રી એકનાથ શિંદે સંજય રાઉતની ધરપકડ પછી અમિત શાહને મળ્યા-જાણો વિગત અહીં