News Continuous Bureau | Mumbai
ગત દિવસોમાં શિવસેના(Shivsena)ના 40 ધારાસભ્યો (MLAs) બંડ કરીને એકનાથ શિંદે(Ekanth Shinde) સાથે જતા રહ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની સરકાર પડી ભાંગી અને એકનાથ શિંદે રાજ્યના નવા મુખ્યમંત્રી બની ગયા.
દરમિયાન હવે ફરી એકવાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. હકીકતમાં જોઈએ તો, ઠાકરે આજે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને સાંસદોની બેઠક બોલાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 19 સાંસદો(MPs)માંથી ફક્ત 10 સાંસદ જ હાજર રહ્યા હતા. ધારાસભ્યો(MLAs)એ એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવો પોકાર્યો ત્યાર બાદ એવું માનવામાં આવે છે કે, શિવસેનાના કેટલાક સાંસદો પણ ટૂંક સમયમાં જ પક્ષપલટો કરી શકે છે. તેથી હવે શિવસેના(Shivsena) સામે પોતાના સાંસદો(MPs) ને બચાવવાનો પડકાર છે.
આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ- દૂધ-દહીં- અનાજ કરિયાણા પર પણ GST- સરકારના સૂચન સામે વેપારી આલમનો વિરોધ- નાગરિકોને પડશે આર્થિક ફટકો
આજની આ બેઠકમાં ગજાનન કિર્તીકર, અરવિંદ સાવંત, વિનાયક રાઉત, હેમંત ગોડસે, ધૈર્યશીલ માને, પ્રતાપ જાધવ, સદાશિવ લોખંડે, રાહુલ શેવાળે, શ્રીરંગ બાર્ને, રાજન વિચારે, ઓમરાજે નિમ્બાલકર, રાજેન્દ્ર ગાવિત હાજર રહ્યા હતા તો ભાવના ગવળી (યવતમાલ-વાશિમ), સંજય જાધવ (પરભણી), સંજય માંડલિક (કોલ્હાપુર), હેમંત પાટીલ (હિંગોલી), શ્રીકાંત શિંદે (કલ્યાણ-ડોમ્બિવલી), કૃપાલ તુમાને (રામટેક), કલાબેન ડેલકર (દાદરા-નગર હવેલી) ગેર હાજર રહ્યા હતા.