News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena) પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના(Uddhav Thackeray) સાથીદારો એક પછી એક તેમની સાથે છેડો ફાડી રહ્યા છે,તેમાંથી તે હજી ભા થઈ શક્યા નથી ત્યા તો રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) અધ્યક્ષ શરદ પવારના(Sharad Pawar) વિધાને સૌ કોઈને ચોંકાવી દીધા છે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પણ ઉદ્ધવ સાથે છેડો ફાડવાની હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
રવિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર ઔરંગાબાદમા(Aurangabad) હતા, એ દરમિયાન તેમણે ઔરંગાબાદ શહેરના નામ બદલવાને લઈને ચોંકવવારનું વિધાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીની સરકાર(Mahavikas Aghadi government) બની ત્યારે મિનિમમ કોમન પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો. ઔરંગાબાદનું નામકરણ તેનો ભાગ ન હતો, જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. અમે તેની સાથે સહમત નહોતા. જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કેબિનેટની બેઠક(Cabinet meeting) ચાલી રહી હતી અને તેમાં લોકો પોતાનો મત વ્યક્ત કરે તો પણ પદ્ધતિ મુજબ બેઠકમાં લેવાયેલો મુખ્ય પ્રધાનનો નિર્ણય અંતિમ હોય છે. કેબિનેટમાં આ મુદ્દાની ચર્ચા કરવામાં આવશે તેવી અમને અગોદરા કોઈ જાણકારી નહોતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં વરસાદે ભારે કરી-અત્યાર સુધી આટલા લોકો મૃત્યુ મુખે-અસંખ્ય પશુઓના પણ લેવાયો ભોગ
એનસીપી પ્રમુખ શરદ પવારે કેબિનેટમાં નામ બદલવાને બદલે ઔરંગાબાદમાં વિકાસના કામો(Development works) અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હોત તો વધુ સારું હોત. આ શહેરોની પાયાની સમસ્યા પર ધ્યાન આપવાની જરૂર છે, એવી ટીકા પણ કરી હતી.
'