ન્યુઝક્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ,૨૮ ડિસેમ્બર ૨૦૨૧.
મંગળવાર.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી દિનેશ મોંગિયા ક્રિકેટ બાદ હવે રાજનીતિની પીચ પર હવેથી ભાજપ માટે બેટિંગ કરતા જોવા મળશે.
ટીમ ઈન્ડિયા વતી આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચુકેલા પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયા આજે ભાજપમાં જોડાયા છે.
ભાજપ કાર્યાલયમાં તેમને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે ભાજપનુ સભ્યપદ આપવામાં આવ્યુ છે.
ભાજપમાં જોડાયા બાદ મોંગિયાએ કહ્યું કે હું ભાજપ દ્વારા પંજાબની જનતાની સેવા કરવા માંગુ છું. ભાજપ સિવાય કોઈ પક્ષ દેશના વિકાસ માટે કામ કરી શકે નહીં.
આગામી દિવસમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ તેમને આ ચૂંટણીમાં ઉમેદવાર બનાવે તેવી પણ સંભાવના છે.
દિનેશ મોંગિયા પંજાબ વતી રમીને પોતાના ક્રિકેટ કેરિયરનો પ્રારંભ કર્યો હતો. 2001માં તેમનો ઈન્ટરનેશનલ ડેબ્યુ થયો હતો અને ઓસ્ટ્રેલિયા સામે પોતાની વનડે કેરિયર શરુ કરી હતી .
2003માં વર્લ્ડકપ ટીમનો પણ મોંગિયા હિસ્સો રહી ચુકયા છે. છેલ્લે પંજાબ માટે તેઓ 2007માં રમ્યા હતા.
