રાહુલ ગાંધીના સમર્થનમાં રસ્તે ઉતરવું ભારે પડ્યું- ભારતના ભૂતપૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરની પાંસળી તૂટી ગઈ- કહ્યું પોલીસે તોડી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

નેશનલ હેરાલ્ડ પ્રકરણ(National Herrald case)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(congress Rahul Gandhi) ની પૂછપરછ કરી હતી. તેના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસી નેતા અને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન (Protest)કર્યા હતા. દેશની રાજધાની દિલ્હી(Delhi)માં રાહુલ ગાંધીના સમર્થનમાં ઉતરવું જોકે કોંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બર(P. Chidambaram) ને ભારે પડ્યું છે. પોલીસ સાથેની ધક્કામુક્કીમાં પી.ચિદમ્બરની પાંસળીઓ તૂટી ગઈ છે અને તેમાં ફેક્ચર આવ્યું છે. 

દિલ્હી પોલીસે(Delhi Polcie) સોમવારે રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા શહેરના અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા હતા. આ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલા(Randeep Surjewala)એ ટ્વીટ કરીને એવો આરોપ કર્યો હતો કે ભૂતપૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરની સાથે દિલ્હી પોલીસે ધક્કામુક્કી કરી હતી, જેમાં તેમની પાંસળીઓમાં ફેક્ચર થઈ ગયું છે. એ સાથે જ કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી(Pramod Tiwari)ને પણ રસ્તા પર ટિંગાટોળી કરીને ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે તેમને માથામાં ઈજા પહોંચી છે અને પાંસળીઓમાં ફેક્ચર થયું છે.

મુંબઈના મલાડમાં MRP કરતા વધુ કિંમત વસૂલનારી દુકાન સામે ગ્રાહકે કમર કસી- મુંબઈ ગ્રાહક પંચાયતમાં કરી ફરિયાદ-જાણો વિગત

તાજેતરમાં રાજ્યસભામાં ચૂંટાઈ(Rajyasabha Election)ને પહોંચેલા રણદીપ સૂરજેવાલાએ એવી પણ ટ્વીટ કરી હતી કે કેન્દ્ર સરકાર(Central Govt)ની બર્બરતાની તમામ હદો પાર કરી ચૂકી છે. ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ સાથે ધક્કામૂકી કરવામાં આવી. તેમના ચશ્મા જમીન પર ફેંકી દેવામાં આવ્યા હતા. તેમની પાંસળીઓમાં ફેક્ચર થઈ ગયું છે. સાંસદ પ્રમોદ તિવારીને પણ રસ્તા પર પટકવામાં આવ્યા અને તેમને પણ માથા(Head Injury)માં ઈજા પહોંચી છે અને ફેક્ચર થયું છે. શું આ જ પ્રજાતંત્ર છે?

રણદીપ સૂરજેવાલાએ અન્ય એક વિડિયો ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસે કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલ ઉપર પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે સાંસદ શક્તિસિંહ ગોહિલ પર પણ હુમલો થયો. કોંગ્રેસ કાર્યકર્તાઓને ફટકારવામાં આવ્યા હતા. હજારો કાર્યકર્તાઓ જેલોમાં બંધ છે. શું દેશમાં શાંતિપૂર્વક વિરોધ કરવો ગુનો છે?

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment