ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગોવા
7 જુલાઈ 2020
ગોવાના પૂર્વ આરોગ્ય પ્રધાન ડૉ. સુરેશ અમોનકરનું કોવિડ -19 ના ચેપથી અવસાન થયું છે. તેઓ 68 વર્ષના હતાં. જૂનના છેલ્લા અઠવાડિયામાં તેમનો કોરોના વાયરસ માટેનો રિપોર્ટ સકારાત્મક આવ્યાં બાદ અમોનકરને ઇએસઆઈ હોસ્પિટલમાં (મારગાવોમાં) ICU માં દાખલ કરાયાં હતાં. સોમવારે સાંજે તેમનું કોરોના સંક્રમણથી મોત નીપજ્યુ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ પણ આની પુષ્ટિ કરી હતી કે 'ગોવા ભાજપના નેતા અને પૂર્વ આરોગ્ય પ્રધાન અમોનકરનું મોત કોવિડ -19 રોગથી થયું છે'. આ અવસરે ગોવાના મુખ્યમંત્રી સહિત તમામ લોકોએ એમને શ્રદ્ધાજંલી અર્પી હતી.
અમોનકર સૌ પ્રથમવાર 'પેલે' વિધાનસભા મત વિસ્તારમાંથી ગોવા વિધાનસભામાં ચૂંટાઈ ને પહોંચ્યાં હતા, બાદમાં ઉત્તર ગોવામાં 1999 અને 2002 ની ચૂંટણીઓમાં પણ ચુંટણી લડયા હતાં અને જીત્યા હતાં. અમોનકરે તત્કાલીન ફ્રાન્સિસ્કો સાર્દિન્હા સરકારમાં આરોગ્ય, સમાજ કલ્યાણ અને શ્રમ તેમજ રોજગાર પ્રધાન તરીકે કાર્ય કર્યું હતું, જેને 1999-2002 દરમિયાન ભાજપ દ્વારા ટેકો મળ્યો હતો. તેમને તત્કાલિન મનોહર પર્રિકરની આગેવાનીવાળી સરકારમાં આરોગ્ય, મજૂર અને રોજગારના વિભાગો પણ સંભાળ્યાં હતાં. જ્યારે અમોનકર 2007 માં કોંગ્રેસના ઉમેદવાર સામે વિધાનસભાની ચૂંટણી હારી ગયાં હતાં…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com